ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા બ્રિટનના રાજા ચાર્લ્સને વિરોધનો સામનો કરવો પડ્યો છે. કિંગ ચાર્લ્સ સોમવારે ઓસ્ટ્રેલિયન સંસદમાં ભાષણ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક મુળ નિવાસી સીનેટરે તેમની વિરુદ્ધ નારા લગાવ્યા અને કહ્યું કે તમે અમારા રાજા નથી.
સીનેટર લિડિયા થોર્પે કહ્યું, તમે ખૂની છો, તમે અમારા લોકોનો નરસંહાર કર્યો છે. આ સમય દરમિયાન લિડિયાએ રાજા ચાર્લ્સને તેમની જમીનો, પૂર્વજોની અસ્થિયા અને કલાકૃતિઓને મૂળ લોકોને પરત કરવા કહ્યું.
કિંગ ચાર્લ્સના વિરોધમાં ઉતરેલી લિડિયા પારંપરિક વસ્ત્રો પહેરીને સંસદ પહોંચી હતી. સૂત્રોચ્ચાર કર્યા બાદ સુરક્ષા અધિકારીઓ તેમને સંસદની બહાર લઈ ગયા હતા. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા લિડિયાએ કહ્યું કે, જ્યાં સુધી રાજા ઓસ્ટ્રેલિયાના ઔપચારિક વડા રહેશે ત્યાં સુધી અમે બ્રિટિશ સામ્રાજ્યનો વિરોધ કરતા રહીશું.
તેમણે કહ્યું કે અન્ય કોઈ દેશના રાજા અમને આદેશ આપી શકતા નથી. લિડિયા થોર્પે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાંથી સ્વતંત્ર સીનેટર છે. તેણી બ્રિટિશ રાજાશાહી સામે સ્પષ્ટવક્તા હોવા માટે જાણીતી છે.