Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ રોકાણકારોને ડબ્બા ટ્રેડિંગ સર્વિસ પ્રદાન કરવાનો દાવો કરતા ફેસબુક પેજોથી સાવધાન રહેવા કહ્યું છે . NSEએ આવા 40 ફેસબુક પેજોનું લિસ્ટ પણ જારી કર્યું છે. ગુરુવારે જારી સર્ક્યુલરમાં NSEએ કહ્યું કે ‘રોકાણકારોને સાવધાન કરાય છે અને સલાહ અપાય છે કે તે શેરબજારમાં આવા ફેસબુક હેન્ડલ દ્વારા રજૂ કરાતી કોઈ પણ યોજના/ઉત્પાદનની સદસ્યતા ન લે કેમ કે કાયદા દ્વારા પ્રતિબંધિત છે.’’


સુરક્ષા અનુબંધ અધિનિયમ 1956 (એસસીઆરએ)ની કલમ 23 (1)ના સંદર્ભમાં, કોઈ પણ સંસ્થા/વ્યક્તિ જે SCRAની કલમ 13, 16,17 કે 19નું ઉલ્લંઘન કરે છે તેની વિરુદ્ધ કેસ ચલાવાશે અને દોષી જણાશે તો તે એક વર્ષ માટે કેદ જેને દસ વર્ષ સુધી વધારી શકાય છે કે પચ્ચીસ કરોડ સુધીનો દંડ અથવા બંને સાથે દંડનીય રહેશે.

SCRAની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ દંડનીય અપરાધ દંડ પ્રક્રિયા સંહિતા, 1973ના અર્થ હેઠળ સંજ્ઞેય અપરાધ છે અને એ રીતે રાજ્ય કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા પણ તેની તપાસ કરી શકાય છે. સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડસંહિતા, 1870ની કલમ 406, 420 અને કલમ 120-બીના દાયરામાં આવે છે. NSA મુજબ આ સ્કીમો સાથે સંબંધિત કોઈ પણ વિવાદ માટે રોકાણકારોને રોકાણ સંરક્ષણ સંબંધી કોઈ લાભ નહીં મળે.