તમને બાળપણમાં ક્યારેય અંધારામાં વાંચવા માટે ખીજાયા હોય કે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે વાદળી પ્રકાશને રોકનારા ચશ્માનો ઉપયોગ કર્યો હોય, તો બની શકે કે તમને આંખોના સ્વાસ્થ્ય વિશે ખોટી માન્યતા હોય. જેમ કે માન્યતા છે કે વધતી ઉંમર સાથે આંખની રોશની ઘટે છે. આ ખોટી વિચારસરણી છે. મિશિગન યુનિવર્સિટીના ઓપ્થેલ્મોલોજી અને વિઝ્યુઅલ સાયન્સના સહાયક પ્રોફેસર ડો. જોશુઆ એર્લિચે કહ્યું કે આંખની તમામ બીમારીઓનો ઇલાજ છે.
આંખોને લઈને માન્યતા અને તથ્ય: નિષ્ણાતો પાસેથી જાણો રોશનીનું રહસ્ય
•માન્યતા : ઉંમર સાથે આંખોની રોશની ઘટે છે ? સત્ય: ડો. જોશુઆ એર્લિચ કહે છે કે આંખની દરેક બીમારી રોકી કે અટકાવી શકાય છે. વધતી ઉંમરે ધૂંધળુ દેખાવું, મોતિયો અને ગ્લુકોમા જેવી બીમારી થાય છે.
•માન્યતા: ખૂબ નજીકથી પુસ્તક વાંચવું કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જોવાં આંખો માટે નુક્સાનકારક છે? સત્ય: માયોપિયા શોધકર્તા ડો. જિયાઓયિંગ ઝૂ કહે છે, આંખો લાંબા સમય સુધી નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નથી બની. જો આવું કરીએ છીએ તો આંખનાં પોપચાં લાંબા કરવા પડે છે, જે સમય સાથે નજીકના દૃષ્ટિદોષ કે માયોપિયાનું કારણ બની શકે છે. આંખો પર પડનારા તણાવને ઘટાડવા માટે ડો. ઝૂ 20-20-20 નિયમની સલાહ આપે છે. વાંચતી વખતે દર 20 મિનિટ પછી ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે લઘુત્તમ 20 ફૂટ દૂર કોઈ વસ્તુને જુઓ.
• માન્યતા: અંધારામાં વાંચવાથી તમારી દૃષ્ટિ ખરાબ થઈ શકે છે? સત્ય: ખોટું. જો રોશની એટલી ઓછી છે કે તમારે તમારા પુસ્તક કે ટેબલેટને ચહેરાની નજીક રાખવું પડે છે, તો તેનાથી આંખોને તણાવ આવી શકે છે.