Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગ્લોબલ વેલ્યૂ ચેઇનમાં ભારત આગેકૂચ કરે તે માટે સક્ષમ છે તેમજ વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધારે તે માટે પૂરી ક્ષમતા ધરાવે છે તેવું વાણિજ્ય સચિવ સુનિત ભરતવાલે જણાવ્યું હતું. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 2 ટકાથી ઓછો છે.


તેથી વૈશ્વિક પડકારો તેમજ ઓછા ટ્રેડ ગ્રોથના અંદાજ વચ્ચે પણ દેશની નિકાસને વેગ આપી શકાય તે માટેનો પૂરતો અવકાશ છે. CII નેશનલ એક્સપોર્ટ સમિટને સંબોધતા વાણિજ્ય સચિવે ઉમેર્યું હતું કે આપણે નિકાસને બમણી કરવા માટે લક્ષ્યાંક રાખી શકીએ અને વૈશ્વિક સ્તરે નિકાસના હિસ્સાના 10 ટકા સુધી પહોંચાડવા માટે પ્રયાસરત થવું જોઇએ અને જો કોઇ કહે કે વૈશ્વિક ચિત્ર ધૂંધળું છે તો પણ નિકાસને વધારવા માટેની પૂરતી તકો ઉપલબ્ધ છે. વૈશ્વિક અનિશ્વિતતાના માહોલથી સ્થાનિક નિકાસકારોએ નિરાશ થવાની જરૂર નથી.

વૈશ્વિક વેલ્યુ ચેઇન સિસ્ટમમાં આગળ વધવા માટે દેશ પાસે પૂરતો અવકાશ છે અને વૈશ્વિક નિકાસમાં યોગદાનને વધારવા માટે પણ સમર્થ છે. વર્ષ 2023માં વૈશ્વિક અનિશ્વિતતાને કારણે વૈશ્વિક વ્યાપાર ઘટીને 1 ટકાની આસપાસ પહોંચી શકે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને પણ વૈશ્વિક વ્યાપારમાં 3.5 ટકાના વૃદ્વિદરનો અંદાજ વ્યક્ત કર્યો છે. સંસ્થાએ અગાઉ એપ્રિલમાં 3 ટકાના વૃદ્વિદરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.