ભારતમાં, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન માર્કેટમાં, સ્પાઇસજેટ લિમિટેડ વિલંબના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર, મે મહિનામાં દેશના 4 સૌથી મોટા એરપોર્ટ્સ (મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ) પરથી સ્પાઈસ જેટની 61% ફ્લાઈટ્સ સમયસર રવાના થઈ હતી.
એટલે કે મે મહિનામાં સ્પાઈસ જેટની 39% ફ્લાઈટ્સ એવી હતી કે પ્રવાસી મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા ન હતા. અને એપ્રિલ મહિનામાં સ્પાઈસ જેટની 70% ફ્લાઈટ્સ સમયસર રવાના થઈ હતી. તેનો અર્થ એ કે તે મહિને 30% ફ્લાઇટ્સ મોડી પડી હતી. તે મુજબ મે મહિનામાં સ્પાઈસ જેટની વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી.
સ્પાઇસજેટ દરરોજ 250થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તે જ સમયે, એક મહિના પહેલાની તુલનામાં મે મહિનામાં ઘરેલુ મુસાફરોનો ટ્રાફિક 15% વધીને 1.32 કરોડ થયો છે.
એર ઈન્ડિયા સમયની પાબંદીના મામલામાં 5માં નંબરે
દેશની બીજી સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયા પણ સમયની પાબંદીના મામલામાં 2જીથી 5મા ક્રમે સરકી ગઈ છે. એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ લગભગ બમણી મોડી પડી છે. એર ઈન્ડિયાની 82.5% ફ્લાઈટ્સ સમયસર હતી.