રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઇ છે. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદને કારણે અનેક લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે ત્યારે જસદણ નગરપાલિકાના આશ્રિત સ્થાનોમાં આશ્રય લેનારાઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. રાજકોટમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કોઈ ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતત માર્ગદર્શન મળી રહ્યું છે ત્યારે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ રાજકોટ વહીવટી તંત્ર સતત ખડેપગે છે.