દેશમાં અનેક ઉત્પાદકો હવે તેની ટકાઉ બિઝનેસ પ્રેક્ટિસ તેમજ આવકને વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સનો ઉપયોગ કરી રહ્યા છે તેવું PwCના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર 93% ભારતીય ઉત્પાદકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે.
મે અને જુલાઇ 2024 વચ્ચે પીડબલ્યુસી ઇન્ડિયા દ્વારા રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં ઓટોમોટિવ, સીમેન્ટ, કેમિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ, મેટલ્સ અને ટેક્સટાઇલ્સ સેક્ટરના 180 સીનિયર એક્ઝિક્યુટિવ્સ પણ સામેલ છે. રિસર્ચ અનુસાર 50% ભારતીય ઉત્પાદકો આ વર્ષે ટકાઉ પ્રેક્ટિસમાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે.
PwC ઇન્ડિયાના પાટર્નર સુદિપ્તા ઘોષે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રી 5.0 મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે મહત્વપૂર્ણ ક્ષણ દર્શાવે છે, જે માણસો અને એઆઇ, રોબોટિક્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ દર્શાવે છે. રિપોર્ટ અનુસાર કેટલાક સેક્ટર્સ અન્ય સેક્ટર્સની તુલનાએ રોકાણના મામલે વધુ સક્રિય છે. જેમ કે સીમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ સેક્ટર્સમાં, 95% ઉત્પાદકો આ વર્ષે-આગામી વર્ષે રિયલ ટાઇમ ઇન્વેન્ટરી ટ્રેકિંગમાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે.ઇન્ડસ્ટ્રી 5.0ની ક્ષમતાને વધારવા માટેની કંપનીઓની તૈયારી તેમજ તેમના ગ્રાહકો, વર્કફોર્સ, સપ્લાય ચેઇન, બિઝનેસ મોડલ્સ તેમજ ઇએસજી પ્રતિબદ્ધતાથી 1 થી 2 વર્ષોમાં તેમની આવકમાં સરેરાશ 6.42%નો વધારો જોવા મળી શકે છે.