Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક યુવકે શેરડીના છોતરા( રસ કાઢ્યા બાદનો વેસ્ટ)માં મિલ્કી મશરૂમ ઉગાડવામાં સફળતા હાંસલ કરી છે. યુવકનું માનીએ તો, સૌરાષ્ટ્રમાં મોટાપ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે. તેના છોતરાના વેસ્ટમાં મશરૂમ ઉગાડીને ખેડૂત આવક કરી શકે છે. શેરડીના છોતરામાં ઉત્પાદિત થતું મિલ્કી મશરૂમ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોવાનો દાવો કરાયો છે. ખેડૂતોને આ મશરૂમની કિંમત પણ ઊંચી મળી રહે છે.

20 વર્ષના સાંધ નઝિમ મુંગરભાઈ હુસેનભાઈ – હાલ રાજકોટની M.&N. વિરાણી સાયન્સ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ગીર વિસ્તારમાં આવેલા પોતાના ગામમાં ઉછર્યા છે. બાળપણથી જ વૈજ્ઞાનિક વિચારસરણી અને પ્રયોગશીલતા તરફ ઝુકાવ ધરાવતા નઝિમે પોતાના ઉનાળાના વેકેશનમાં ઘરના ફક્ત 5x6 ફૂટના બાથરૂમમાં એક ‘આર્ટિફિશિયલ વાતાવરણ’ ઉભું કરીને ખાદ્ય ‘મિલ્કી મશરૂમ’ ઉગાડવામાં સફળતા મેળવી.

રાજ્યમાં માત્ર બીજા અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ગુજરાતમાં અત્યાર સુધી ‘શેરડીના છોતરા’ જેવા ઓર્ગેનિક વેસ્ટ મટિરિયલમાં ‘મિલ્કી મશરૂમ’ ઉગાડવાનો પ્રયોગ માત્ર નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (NAU) દ્વારા સફળ રહ્યો હતો. નઝિમ સાંધ આ ક્ષેત્રમાં રાજ્યના બીજા વ્યક્તિ અને સૌરાષ્ટ્રના પ્રથમ યુવાન બન્યા છે.