એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નાગપુરે રૂપિયા 4,037 કરોડના બેંક ફ્રોડ કેસમાં 5 રાજ્યોમાં કાર્યવાહી કરી છે. એજન્સીએ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં રૂ. 503.16 કરોડની મિલકતો જપ્ત કરી છે. આ મિલકતો 24 ઓક્ટોબરે જપ્ત કરવામાં આવી હતી. આ સાથે કુલ જપ્ત સંપત્તિ અંદાજે 727 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
આ કેસ કોર્પોરેટ પાવર લિમિટેડ અને તેમના પ્રમોટર્સ, ડિરેક્ટર મનોજ જયસ્વાલ, અભિજીત જયસ્વાલ, અભિષેક જયસ્વાલ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ સાથે સંબંધિત છે.
અટેચ કરેલી સંપત્તિઓમાં બેંક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર, કોર્પોરેટ પાવર લિમિટેડ અને મનોજ કુમાર જયસ્વાલ અને તેમના પરિવારના સભ્યો અને કેટલીક શેલ કંપનીઓના નામે રહેલી મિલકતોનો સમાવેશ થાય છે.