P
ટેસ્લાના માલિક ઇલોન મસ્ક તેમનાં 11 બાળક અને તેમની 3 માતાને એક છત નીચે રાખવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે તેમણે ટેક્સાસના ઓસ્ટિનમાં 14 હજાર 400 સ્ક્વેર ફૂટનો બંગલો ખરીદ્યો છે. એની બાજુમાં જ મસ્કે 6 બેડરૂમ ધરાવતું બીજું ઘર પણ ખરીદ્યું છે. આ બંને પ્રોપર્ટીની કિંમત લગભગ 294 કરોડ રૂપિયા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ બંગલો મસ્કના ટેક્સાસના ઘરથી માત્ર 10 મિનિટના અંતરે છે. મસ્કનું માનવું છે કે જો બધાં બાળકો સાથે રહે તો તેમને એકબીજાને જાણવાની તક મળશે. આ ઉપરાંત તેઓ પોતે અલગ-અલગ સમયે તેમને વધુ સરળતાથી મળી શકશે.
મસ્કના બંગલાને ટસ્કન પ્રેરિત ડિઝાઇન આપવામાં આવી છે. મસ્કનાં કુલ 12 બાળક છે, જેમાંથી તેમના પ્રથમ પુત્ર જસ્ટિન મસ્કનું જન્મના 10 અઠવાડિયાં પછી જ મૃત્યુ થયું હતું. 2008માં તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપતાં પહેલાં આ દંપતીને IVF દ્વારા 5 બાળક થયાં.