ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સુસ્તી વચ્ચે એક નવી દલીલ શરૂ થઇ ચૂકી છે. તેના કેન્દ્રમાં લેબગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક હીરોની કિંમત છે. ડાયમંડ ટ્રેડિંગ અને ઇન્ફોર્મેશન સર્વિસ ઓર્ગેનાઇઝેશન રેપોપોર્ટ ગ્રૂપે લેબ ગ્રોન ડાયમંડની વિરુદ્ધ ગ્રાહકોને એલર્ટ કરવાની પહેલ કરી છે. સંગઠન અનુસાર, અનેક રિટેલર્સ એલજીડીની ખૂબ જ વધુ કિંમત વસૂલી રહ્યાં છે. રેપોપોર્ટ ગ્રૂપ અનુસાર કેટલાક સિન્થેટિક અને લેબ ગ્રોન ડાયમંડનો બિઝનેસ નેચરલ ડાયમંડની કિંમતની યાદીથી 99% ઓછી કિંમતે થઇ રહ્યો છે, પરંતુ કેટલાક રિટેલર્સ આ બચતને ગ્રાહક સુધી પહોંચાડી રહ્યાં નથી. અર્થાત્ 3 કેરેટનો રાઉન્ડ કટ, નિયર કલરલેસ, જી ગ્રેડેડ, વીએસ1 લેબ ક્રિએટેડ સૉલિટેયર ડાયમંડ અમેરિકાના વોલમાર્ટમાં અંદાજે 2.5 લાખ રૂપિયામાં વેચાયો હતો, જ્યારે અહીં જ એલજીીડી બ્લૂ નાઇલ અંદાજે 6.8 લાખ રૂપિયામાં વેચાયો હતો. એક જ વસ્તુની કિંમતમાં 175%નો તફાવત છે.
ગ્રુપ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે કેટલાક જ્વેલર્સ સિન્થેટિક ડાયમંડને પ્રાધાન્ય આપી રહ્યાં છે કારણ કે તેમાં પ્રૉફિટ માર્જિન ખૂબ વધુ છે. તે રોકાશે નહીં કારણ કે સિન્થેટિક ડાયમંડ્સની કિંમતોમાં ખૂબ જ ઘટાડો થયો છે, કારણ કે તેની સપ્લાય અમર્યાદિત છે. રેપાપોર્ટ ગ્રુપના ચેરમેન માર્ટિન રેપાપોર્ટે જણાવ્યું કે સિન્થેટિક ડાયમંડની જથ્થાબંધ કિંમત અંતે કેટલાક ડૉલર પ્રતિ કેરેટ થઇ જશે. તે ક્યૂબિક જિરકોનિયાની માફક ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હશે. પરંતુ ઓછી કિંમતને કારણે ભાવનાત્મક જોડાણની સાથે હાઇ ક્લાસ ખરીદી માટે યોગ્ય નથી.
સપ્ટેમ્બરમાં ડી બિયર્સે પોતાની એલજીડી બ્રાન્ડ લાઇટ બૉક્સ મારફતે એલજીડી એન્ગેજમેન્ટ રિંગની ટ્રાયલને બંધ કરી હતી. કંપનીનું તર્ક હતું કે નફો કમાવવા માટે તેઓએ આ એન્ગેજમેન્ટ રિંગનું મોટા પાયે કોમર્શિયલ પ્રોડક્શન કરવું પડશે જે યોગ્ય નથી. એલજીડી માનવ નિર્મિત મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સમાં હાઇ પ્રેશર, ઉચ્ચ તાપમાન અથવા કેમિકલ વે પર ડિપોઝિશન ટેકનિકથી બનાવાય છે.