કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષની 42-દિવસીય તહેવારોની સિઝન દરમિયાન વાહનોના વેચાણની દ્રષ્ટિએ દાયકાનો શ્રેષ્ઠ સમયગાળો સાબિત થયો છે. આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલર,કાર,થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત દરેક સેગમેન્ટમાં વેચાણ વધ્યું હતું. મોબાઇલ ડીલર્સના સંગઠન ફાડાના અહેવાલ અનુસાર ઓક્ટોબરમાં ટુ-વ્હીલરનું વેચાણ 51.10% વધીને 1571165 થયું છે. જે ગતવર્ષે ઓક્ટોબરમાં 1039845 નોંધાયું હતું. ઓક્ટોબર 2021ની સરખામણીએ ગયા મહિને કારનું વેચાણ 40.55% વધીને 328645 રહ્યું છે.
સોમવારે રજૂ કરાયેલા આંકડા અનુસાર તહેવાર દરમિયાન કુલ 2888131 વાહનોનું વેચાણ થયું હતું. જે 2021ની તહેવારોની સિઝનના વેચાણ કરતાં 29% વધુ છે અને પ્રી-કોવિડ એટલે કે 2019માં થયેલા વેચાણ કરતાં 5.82% વધુ છે. ઓક્ટોબરમાં કુલ વાહનોનું વેચાણ ગતવર્ષની સરખામણીએ 47.62% અને ઓક્ટોબર 2019 કરતાં 8.32% વધુ હતું. એટલું જ નહીં ઓક્ટોબર 2019ની તુલનામાં છેલ્લા મહિનામાં કારના વેચાણમાં 17.85% નો વધારો થયો છે.
ફાડાના મતે તહેવારો પછી તરત જ વાહનોના વેચાણમાં નજીવો ઘટાડો છે. ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હીલરના વેચાણમાં ઘટાડો થવાની ધારણા છે. જોકે એસયુવી અને પ્રીમિયમ કારની મજબૂત માંગ યથાવત રહેવાની ધારણા છે. એન્ટ્રી લેવલની કાર થોડી ઓછી કિંમતે વેચી શકે છે. બીજી તરફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વધારા સાથે કોમર્શિયલ વાહનોની માંગ અકબંધ રહેશે. મોટાભાગની ઓટો કંપનીઓ ઓબીડી-II નિયમ પર ચાલી રહી છે. તેનાથી ભાવમાં વધારો થશે. ઉપરાંત મોટાભાગના ખરીદદારો નવા વર્ષમાં તૈયાર વાહનો ખરીદવા માટે રાહ જુએ છે પરિણામે વેચાણ નબળા પડી
શકે છે.