પ્રતિબંધિત કોર્ડીન સીરપનું વેચાણ કરવું એ ગુનાને પાત્ર છે. છતાં અમુક શખ્સ આવા પ્રતિબંધિત સીરપનું વીંછિયામાં વેચાણ કરી રહ્યા હોવાથી એસઓજી શાખાના પીઆઈ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી.મીયાત્રા અને કે.એમ.ચાવડા એસઓજી શાખાના સ્ટાફ સાથે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે વરતેશ પરસોત્તમભાઈ સાકરીયા(રહે-જનડા કંધેવાળીયા,તા-વીંછિય ા,જી-રાજકોટ) નામનો શખ્સ વીંછિયા સ્થિત પોતાના કબ્જા ભોગવટા વાળા દુર્ગેશ મેડીકલ સ્ટોરમાં પ્રતિબંધીત કોર્ડીન સિરપ રાખી વેચાણ કરે છે.
જે બાતમીના આધારે ઔષધ નિરીક્ષક ટી.એમ.મહેતા અને તેમની ટીમને સાથે રાખી વીંછિયામાં આવેલા દુર્ગેશ મેડીકલ સ્ટોરમાં રેઈડ કરતા કોર્ડીન સીરપ બોટલ નંગ-190 ની કિંમત રૂ.31,920 મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી મેડીકલના સંચાલક વરતેશ પરસોત્તમભાઈ સાકરીયાને ઝડપી લઇ વીંછિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજકોટની ટીમ દ્વારા તે મેડીકલને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.