કુવાડવા રોડ પર વાહન ટોઈંગ કરવાના મામલે મહિલા એએસઆઈ સાથે માતા-પુત્રીએ સરાજાહેર મારામારી કરી ધમકી પણ આપી હતી. ટ્રાફિક શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા રાધિકાબેન અશોકભાઇ મકવાણાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે હડાળા ગામે રહેતી ફિરોજાબાનુ ગુલામહુસેન વડદડિયા અને તેની પુત્રી શમશાબાનુના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની ફરજમાં હતા.
ત્યારે કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે નો-પાર્કિંગમાં એક્ટિવા રાખવામાં આવ્યું હોય. દરમિયાન તેના સ્ટાફ સાથે એક્ટિવા ટોઇંગ કર્યું હતું. આ સમયે માતા-પુત્રીએ ‘અમે કોણ છીએ તું જાણે છે, હવે તું નોકરી કઇ રીતે કરે છે એ જોઇ લેજે, કહી કાઠલો પકડી ધમકી આપી ઢીકાપાટુનો માર મારી રોડ પર પછાડી દીધા હતા. બનાવની વીડિયોગ્રાફી પણ કરાઈ છે. પીએસઆઇ પરમાર સહિતે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.