Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતમાં ઑનલાઇન છેતરપિંડીમાં ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેટલી મોટી 300 કરોડથી વધુની ઠગાઈ ગત એક જ વર્ષ દરમિયાન થઈ હતી. જેના આંકડા પોલીસ દ્વારા હવે જાહેર થયા છે. આંચકારૂપ બાબત એ છે કે આ આંકડા માત્ર સત્તાવાર ફરિયાદના જ છે બિનસત્તાવાર આંક આનાથી અનેકગણો મોટો હોવાની શક્યતા છે. ગંભીર બાબત એ પણ છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઠગાઈનો આંક પાછલા વર્ષ કરતાં બમણો એટલે કે, 600 કરોડથી વધી જવાની આશંકા રાજ્યના સિનિયર અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ છે.


રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર સ્થિતિ મેવાત ગેંગ આમ તો આખા દેશમાં સાઈબર ક્રાઈમ આચરી રહી છે. જોકે, ગુજરાત તેમના માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્યના સાઈબર સેલનું કહેવું છે કે તેમની હેલ્પલાઈન પર દરરોજ સરેરાશ 1700થી વધુ ફોનકોલ્સ આવી રહ્યા છે. ગુજરાત સીઆઈડી સાઈબર ક્રાઈમના આંકડા પ્રમાણે વર્ષ 2022માં રાજ્યના 66,997 લોકો સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા હતા. જેમની પાસેથી સાઈબર ક્રિમિનલ્સ 306,40,40,516 રૂપિયા સેરવી ગયા છે.

ચાલુ વર્ષે એટલે કે મે મહિનાના અંત સુધીમાં 245,80,91,773 રૂપિયાની ઠગાઈ થઈ ચૂકી છે. જેના આધારે સાઈબર સેલના સિનિયર અધિકારીઓ માની રહ્યા છે કે આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધુ રૂપિયાની ઠગાઈ થઈ શકે છે. જેના પગલે હવે પોલીસે ડિટેક્શનની સાથે પ્રિકોશનના ભાગ રૂપે રાજ્યના સિનિયર સિટિઝનને મળીને તેમને જાગૃત કરવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. આ માટે રાજ્યભરનાં પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ‘શી’ ટીમને કામે લગાવવામાં આવી છે.