Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી મુદ્દે મતમત્તાંતર રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ટુ-વ્હિલર ઉત્પાદકો સબસીડી અટવાઇ પડી હોવાના કારણે નાણાંકિય કટોકટીનો સામનો કરી રહ્યાં છે. જો સરકાર દ્વારા સ્તવરે સબસિડી નહિં આપવામાં આવે તો અનેક નાના સ્ટાર્ટઅપ તેમજ ઉત્પાદક કંપનીઓ વિસ્તરણની યોજના પડતી મુકવી પડે તેવી સ્થિતીમાં છે. આગામી વર્ષે સબસિડી સ્કિમ પૂરી થશે ત્યારે સબસિડી લબંવાવવામાં આવશે કે કેમ તે અંગે પણ પ્રશ્નાર્થ છે. સબસિડી લંબવાવામાં ન આવે તો કાંઇ નહિં પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે અટવાઇ પડી છે તે રિલિઝ થાય તે જરૂરી છે.


સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (SMEV) ભારતીય ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી એક ઉદ્યોગ સંસ્થા છે જેમણે ઇવી માર્કેટના નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ-માર્ચ)ની કામગીરીનો સારાંશ આપતો તેનો વાર્ષિક અહેવાલ બહાર પાડે છે. ઉદ્યોગે નાણાકીય વર્ષ 2023માં 1152021 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું, જેમાં ઈ-બસ, ઈ-કાર, ઈ-થ્રી-વ્હીલર્સ અને ઈ-ટુ-વ્હીલર્સનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી E2W ઉદ્યોગે વેગ પકડી રહ્યો છે અને મોટાભાગે ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાના દેશના મિશનને હાંસલ કરવા માટે અવિરતપણે કામ કરી રહ્યો છે. ઓડિસીએ નવી ઇલેક્ટ્રિક મોટરબાઇક VADER રજૂ કરી છે. 7-ઇંચ એન્ડ્રોઇડ ડિસ્પ્લે દ્વારા પાવર ભારતની પ્રથમ મોટરબાઇક છે તથા એક એપ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા નિયંત્રિત કરી શકાશે. ઇકો મોડ પર 125 કિલોમીટરની રેન્જ સાથે આવે છે.