Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તૂર્કિયેના સૌથી મોટા શહેર ઈસ્તંબુલમાં લોકોનું જીવન સરળ બનાવવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ ડેટાને સાર્વજનિક કરવા માટે ઓપન ડેટા પહેલ શરૂ કરી છે. જેનાથી સરકારને ડેટા આધારિત નીતિઓ બનાવવામાં મદદ મળે છે. 2019માં આની શરૂઆત થઈ હતી. ત્યારે ઈસ્તંબુલના મેયરનું પદ સંભાળનાર ઈકરામ ઈમામોગ્લૂ ઈચ્છતા હતા કે શહેરમાં આવાં સેન્ટર વધારવામાં આવે, જ્યાં લોકોને સબસિડી રેટ પર બ્રેડ મળી શકે.


તેઓએ ડેટા એકત્રિત કરાવ્યા બાદ ડિજિટલ મેપિંગ કર્યું તો બહાર આવ્યું કે 1.60 કરોડ લોકોની વસ્તીવાળા ઈસ્તંબુલમાં 64 લાખ જ લોકો સેલ્સ પોઇન્ટથી અડધા કિમીના દાયરામાં રહે છે. અન્ય લોકોને લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. 2020માં લોન્ચ ઓપન ડેટા પોર્ટલે 30 સરકારી કંપનીઓ અને ઘણી સારી એજન્સીઓના આંકડાઓ પર પ્રોસેસ કરીને 330થી વધુ ડેટા સેટ્સ સાર્વજનિક બનાવ્યા છે. આનાથી ઘણા ફાયદા થઈ રહ્યા છે.

એક સ્ટાર્ટઅપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પાર્કિંગ એપ બનાવી રહ્યું છે જે ઉપલબ્ધ પાર્કિંગ જગ્યાઓ વિશે ડ્રાઈવરોને માર્ગદર્શન આપવા માટે શહેરના રાહદારીઓના ડેટાનો ઉપયોગ કરશે. એક અન્ય સ્ટાર્ટઅપ સિટી બસોના કેમેરાની ઇમેજ પ્રોસેસ કરીને ખાડાઓ અને રસ્તાની સમસ્યાઓનું મેપિંગ કરશે અને લોકોને સતર્ક કરશે.