કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પૂર્વોત્તરના રાજ્યોની મુલાકાત લીધી. તેમણે મણિપુરમાં મોઈરાંગમાં 1308 કરોડ રૂ.ના 21 પ્રોજેક્ટનું ઉદઘાટન-શિલાન્યાસ કર્યા. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદી અને મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના નેતૃત્વમાં આજે મણિપુર આતંકવાદ, બંધ અને બ્લૉકેડથી સંપૂર્ણપણે મુક્ત થઈ વિકાસ, શાંતિ અને ખુશહાલીના માર્ગે આગળ વધી રહ્યું છે.
પીએમએ લુક ઈસ્ટની જગ્યાએ એક્ટ ઈસ્ટની નીતિ અપનાવી એક સમૃદ્ધ નોર્થ-ઈસ્ટ બનાવવાનું કામ કર્યું. ગૃહમંત્રીએ મોઈરાંગ સ્થિત આઝાદ હિંદ ફૌજના હેડક્વાર્ટર પર 165 ફૂટ ઊંચા તિરંગાનું અનાવરણ કર્યું હતું. આ પૂર્વોત્તરમાં સૌથી ઊંચો તિરંગો હતો.
પૂર્વોત્તરને રેલવે અને હવાઈ માર્ગ સાથે જોડવાની સાથે સંપૂર્ણ દેશના હૃદય સાથે જોડ્યું છે. શાહ નાગાલેન્ડના દીમાપુર પણ ગયા હતા. અહીં તેમણે કહ્યું કે નાગાલેન્ડમાં 2014થી 2021 વચ્ચે ઉગ્રવાદમાં 74 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે.