Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપી નિવૃત આર્મીમેન અને બેન્કના ડિરેક્ટરે સાયબર ફ્રોડનો ખેલ રચ્યો. ટેલિગ્રામથી ચાઈનીઝ વ્યક્તિ સાથે મળીને સામાન્ય લોકોના 109 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને લાખો રુપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી છેતરપિંડી આચરી. આ ગેંગના હૈદરાબાદના બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 1182 જેટલી સાયબર ક્રાઇમની ઓનલાઇન ફરિયાદો નોંધાયેલી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માંકડિયાએ ઘટના અંગે જણાવતા કહ્યું કે, ફરિયાદ વિગતવાર જોઈએ તો ફરિયાદીને એક વ્હોટ્સએપ નંબરથી શેરબજારમાં રોકાણ કરવાના બહાને મેસેજ આવ્યો હતો. તેને રોકાણથી વધુ નફો મળશે એવી લોભામણી લાલચ આપીને ફસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. પછી ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. તેમની અંગત માહિતી લેવાના બહાને પહેલા એપમાં તેને પૈસા આપવામાં આવ્યા હતા અને આ જ એપ્લિકેશનમાં તેમને તે પૈસા રોકતા તગડો પ્રોફિટ થયો એવું દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પાસેથી અલગ-અલગ એકાઉન્ટમાં 80 લાખ રુપિયા જમા કરાવીને 7 કરોડનો પ્રોફિટ દેખાડવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદી આ રકમ વીડ્રો કરવા જાય છે તો તે રકમ વીડ્રો થતી નથી અને એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી હતી.