ઓસ્ટ્રેલિયાના હોકી ખેલાડી ટોમ ક્રેગને 12 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ રેગ્યુલેટરી બોડીએ આ પ્રતિબંધ લગાવ્યો છે. 29 વર્ષીય ક્રેગ પર પેરિસ ઓલિમ્પિક દરમિયાન કોકેન ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
હોકી ઓસ્ટ્રેલિયાએ બુધવારે એક નિવેદનમાં કહ્યું, 'પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન નેશનલ મેન્સ હોકી ટીમના ખેલાડી ટોમ ક્રેગની ધરપકડની તપાસ બાદ, હોકી ઓસ્ટ્રેલિયાના ઈન્ટિગ્રિટી યુનિટે તેને 12 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.'
અહેવાલો અનુસાર, પેરિસ ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાના અભિયાનને પગલે 7 ઓગસ્ટના રોજ કોકેન ખરીદવાનો પ્રયાસ કર્યા બાદ ક્રેગને ચાર્જ વગર મુક્ત કરવામાં આવ્યો હતો.
હોકી ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે ક્રેગને છ મહિના માટે સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવશે. સસ્પેન્શનના બાકીના 6 મહિના તેના વર્તન પર નિર્ભર રહેશે. ક્રેગ 2025 માટે પસંદગી માટે પાત્ર બનશે.