Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદમાં ચાલી રહેલી 2025 કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય વેઈટલિફ્ટરોએ અત્યાર સુધીમાં કુલ 14 મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેડલમાં 11 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતીય વેઈટલિફ્ટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને યુવા ખેલાડીઓએ અનેક રેકોર્ડ તોડીને મેડલ જીત્યા. કોયલ બારે યુથ અને જુનિયર બંને વિભાગોમાં વર્લ્ડ અને કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યા. તો જુનિયર મેન્સમાં યશ ખાંડાગલેએ ગોલ્ડ મેડલ જીત્યો અને નવા જુનિયર કોમનવેલ્થ રેકોર્ડ્સ પણ બનાવ્યા.

કોયલ બારનું ઐતિહાસિક પ્રદર્શન ભારતની ઉભરતી સ્ટાર કોયલ બારે 53 કિલોની કેટેગરીમાં યુથ અને જુનિયર બંને વિભાગોમાં વર્લ્ડ અને કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યા. તેણે કુલ 192 કિલો વજન ઉઠાવીને બે ગોલ્ડ મેડલ જીત્યા. આ પ્રદર્શન એટલું અસાધારણ હતું કે તેનો કુલ સ્કોર ભારતના સિનિયર લિફ્ટરના સ્કોર કરતાં પણ વધારે હતો. કોયલે સ્નેચમાં 85 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 107 કિલો વજન ઉઠાવ્યું, જેણે યુથ વર્લ્ડ અને કોમનવેલ્થ રેકોર્ડ્સની બરાબરી કરી.

ભારતીય પુરુષ વેઈટલિફ્ટરોએ પણ મેડલ જીત્યા. યુથ બોયઝની 65 કિલો કેટેગરીમાં અનિક મોદીએ 238 કિલોના કુલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જુનિયર મેન્સની 65 કિલો કેટેગરીમાં યશ ખાંડાગલેએ 273 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો અને નવા જુનિયર કોમનવેલ્થ રેકોર્ડ્સ પણ બનાવ્યા. સિનિયર મેન્સ 65 કિલો કેટેગરીમાં, રાજા મુથુપંડીએ 296 કિલોના કુલ સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો.