Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રવાના થશે. તેમની હાજરી પર વિશ્વની નજર રહેશે. તેના બે કારણ છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું આ જૂથ વિસ્તાર કરવાની દિશામાં કામ કરે છે. સંમેલનમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની વકી છે. બંને ઘટનાઓ આ ક્ષેત્રની ભૌગોલિક રાજનીતિ બદલી શકે છે.


દક્ષિણ આફ્રિકાએ ગ્લોબલ સાઉથને જોડતા આ સંમેલનમાં અંદાજે 60 દેશોને આમંત્રિત કરાયા છે. ઇરાનના રાષ્ટ્રપતિ પણ તેમાં સામેલ છે. કહેવાય છે કે બ્રિક્સના વિસ્તારમાં ઇરાનને સ્થાન મળી શકે છે. રશિયા-ચીન તેના માટે જોર લગાવી રહ્યા છે. ઇરાનના આવવાથી બ્રિક્સનું સ્વરૂપ બદલાઇ જવાનો અણસાર છે. બ્રિક્સને અમેરિકા સહિત પશ્ચિમી વિશ્વ પોતાની વિરુદ્ધ મોરચા તરીકે જુએ છે.

બ્રિક્સના વિસ્તાર અંગે એક અધિકારીએ કહ્યું કે બ્રિક્સ હંમેશા તટસ્થ રહ્યું છે. તેના કોઇ ક્ષેત્રને વિશેષથી વધુ બદલવામાં નુકસાન છે. અધિકારીએ કહ્યું કે ભારત વિસ્તારનું સમર્થક છે, પરંતુ બ્રિક્સમાં દરેક નિર્ણય સહમતિથી લેવાય છે. નવા સભ્યને સામેલ કરવા માટે શું ગાઇડલાઇન હશે, શું માનક હશે, એ અંગે હજુ ચર્ચા પૂરી થઇ નથી.