તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ કહ્યું કે, રાજ્ય સરકાર અદાણી ગ્રુપનું દાન સ્વીકારશે નહીં. ગ્રુપે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે 100 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રેડ્ડીએ કહ્યું- હાલના વિવાદને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર અદાણી ગ્રુપ પાસેથી ડોનેશન નહીં લે. તેનાથી રાજ્ય સરકાર અને મારી પોતાની છબીને નુકસાન થઈ શકે છે.
તેમણે કહ્યું કે, સરકાર દ્વારા અદાણી ગ્રુપને રવિવારે જ એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં અદાણી ગ્રુપને યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયા ટ્રાન્સફર ન કરવા વિનંતી કરવામાં આવી છે.
રેડ્ડીએ કહ્યું- ઘણી કંપનીઓએ યુનિવર્સિટીને ફંડ આપ્યું છે, પરંતુ હજુ સુધી તેલંગાણા સરકારે કોઈપણ ગ્રુપ પાસેથી એક રૂપિયો પણ પોતાના ખાતામાં નથી લીધો.