Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- સંતાનના શિક્ષણ અને કરિયર સંબંધિત કેટલીક યોજનાઓ સફળ રહેશે. તેને લીધે બાળકોને તમારા પર વિશ્વાસ વધશે. સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. નજીકના મહેમાન આવવાથી ખુશીનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- પૈસાની લેવડ-દેવડનાં કામ ધ્યાનથી કરો. તેને કારણે ઘરમાં કોઈ ગેરસમજણ ઉભી થઈ શકે છે. અન્ય પ્રત્યે મનમાં કોઈ દ્વેષ ભાવના ન રાખો.

વ્યવસાયઃ- કોઈ નવાં કામની શરૂઆત થશે, પરંતુ આજે લાભની આશા ન રાખો. તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત બનાવો. તે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈ નાના મોટા ઝઘડાં થશે. જીવનસાથીને કોઈ ગિફ્ટ અવશ્ય આપો.

સ્વાસ્થ્યઃ- વાહન સાવચેતી પૂર્વક ચલાવો. બેદરકારી તમને નુક્સાન કરી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વિશિષ્ટ લોકો સાથે તમારી મુલાકાત થશે. તમારી સમસ્યાનું સમાધાન થશે. વ્યક્તિગત કાર્યો સાથે પરિવારની વ્યવસ્થા માટે પણ સજાગ રહો. પ્રોપર્ટી સંબંધિત યોજના માટે આજનો દિવસ અનુકૂળ છે.

નેગેટિવઃ- મહેનત પ્રમાણે ફળ ન મળવાથી તણાવમાં ન આવશો. ધીરજ રાખો. હાલ ગ્રહની સ્થિતિ અનુકૂળ નથી. ઉચિત સમય આવવા પર તમને ચોક્કસ સફળતા મળશે.

વ્યવસાયઃ- વ્યક્તિગત વ્યસ્તતાને કારણે વ્યવસાય પર વધારે ધ્યાન નહિ આપી શકો. તેને કારણે કામ અટકી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. વ્યર્થની મિત્રતાથી દૂર રહો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને કારણે દિનચર્યા અસ્ત વ્યસ્ત થઈ જશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રાજકીય સંપર્કોને કારણે ફાયદો મળી શકે છે. તેથી જનસંપર્ક વધારે મજબૂત કરો. તમારી સેવા અને ઉપલબ્ધિથી વડીલો પ્રસન્ન થશે. સમાજ તથા સંબંધોમાં તમારું વિશેષ સ્થાન રહેશે.

નેગેટિવઃ- જૂની નકારાત્મક વાતોની અસર વર્તમાન પર ન થવા દો. અજાણી વ્યક્તિ સાથે મુલાકાત કરતા સમયે સાવચેત રહો.

વ્યવસાયઃ- આજે વ્યવસાયિક ગતિવિધિ મધ્યમ રહેશે. કાર્યપ્રણાલીમાં થોડા ફેરફાર લાવવાનો પ્રયાસ કરો. પરિવારના તણાવની અસર વેપાર પર ન થવા દો.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસ જાળવી રાખશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ હાવી થઈ શકે છે. જોકે તમે તેના પર કાબૂ મેળવી લેશો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- પારિવારિક અને વ્યક્તિગત ગતિવિધિઓમાં તમે સારો સમન્વય જાળવી રાખશો. કોઈ ધાર્મિક સંસ્થા સેવામાં સારું યોગદાન રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- ઘરના સભ્યોની ગતિવિધિઓ પર તમે વધારે હસ્તક્ષેપ ન કરો. તેનાથી તેઓ નારાજ થઈ શકે છે. ભાઈઓ સાથે મધુર સંબંધ જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રે કેટલીક ઓથોરિટી તમારા સહકર્મીઓને આપો. તેનાથી કાર્યભાર ઓછો થશે. પાર્ટનરશિપના વેપારમાં લાભદાયક સ્થિતિ છે.

લવઃ- પતિ પત્ની પરસ્પર સમજીને ઘરની વ્યવસ્થા મધુર બનાવી શકે છે. મિત્રો અથવા ફેમિલી સાથે મેળાપ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતને કારણે પેટ ખરાબ રહી શકે છે. અલ્પાહાર લેવો ઉચિત રહેશે.

--------------------------------

સિંહ:-

પોઝિટિવ- તમારી સખત મહેનત અને પરિશ્રમના યોગ્ય પરિણામો મેળવીને તમે ખૂબ હળવાશ અનુભવશો અને તમારી ક્ષમતા પર પણ ગર્વ અનુભવો. બાળકોની સિદ્ધિ સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર મળશે. ગૃહમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમને લગતા આયોજન પણ થશે.

નેગેટિવ- તમારું મન ઝડપી સફળતા મેળવવાની શોધમાં કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ ધ્યાન આપશે. તેથી ધૈર્ય બનાવી રાખો. ક્યારેક મનોબળ ઘટવાથી તમારી યોજનાઓ નબળી પડી શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સારું સંતુલન જાળવવું.

વ્યવસાય- વ્યવસાય વિસ્તરણ કરવાની જે રૂપરેખા બનાવી હતી તેના પર કામ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. ચોક્કસ તમે પ્રગતિ કરશો. સંપત્તિ સંબંધિત કામમાં સારો વ્યવહાર થવાની સંભાવના છે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે અને પ્રમોશન મળવાની પણ શક્યતા છે.

લવ- જીવનસાથી સાથે ઘરની કોઈ સમસ્યાને લઈને વિવાદ થશે. પરંતુ ટૂંક સમયમાં સમસ્યા હલ થશે અને પરસ્પર સંબંધો વધુ સૌમ્ય બનશે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. કંઈપણ બાબતની ચિંતા ન કરો. તમે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ્ય રહેશો.

--------------------------------

કન્યા:-

પોઝિટિવ- આ સમયે અનેક પ્રકારની નફાકારક અને સુખી પરિસ્થિતિઓ બની રહી છે. આળસને તમારા પર વર્ચસ્વ ન થવા દો અને બધી શક્તિ એકત્રિત કરીને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરો. થોડા સમયથી ચાલતી સમસ્યાનું સમાધાન મળવાને કારણે પરિવારની દરેક વ્યક્તિ હળવાશ અનુભવશે.

નેગેટિવ- બાળકો પર ઘણા બધા નિયંત્રણો લાદશો નહીં. તેનાથી આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. નકારાત્મક બાબતોને તમારા પર હાવી ન થવા દો અને સમજદારી અને શાંતિથી કાર્ય કરો. ક્રોધ અને ઉતાવળાપણું પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

વ્યવસાય- આ અઠવાડિયાંમાં કાર્યસ્થળમાં કેટલીક મહત્ત્વપૂર્ણ તકો મળશે. તેથી તમામ કાર્ય જાતે કરવાનો પ્રયાસ કરો. અન્યથા તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોનો શ્રેય કોઈ અન્ય લઈ શકે છે. આ સમયે બહારના સંપર્કોથી ધંધો થવાની સંભાવના પણ છે.

લવ- પારિવારિક વાતાવરણ સુખદ બનાવવા અને મનોરંજન સંબંધિત કાર્યક્રમો બનશે. તેનાથી પરિવારમાં સકારાત્મક વાતાવરણ ઊભું થશે.

સ્વાસ્થ્ય- બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાની જાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને શરદી ન થાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

......................................................

તુલા:-

પોઝિટિવ- આ સમયે ગ્રહોની સ્થિતિ તમારું આત્મગૌરવ અને આત્મશક્તિ વધારવામાં મોટો ફાળો આપી રહી છે. કાર્ય પ્રત્યે સમર્પણ તમને નવી સિદ્ધિઓ અપાવશે અને કર્મ અને પ્રયત્નો દ્વારા તમે પણ મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો.

નેગેટિવ- વધારે કામને લીધે સ્વભાવમાં થોડો ગુસ્સો અને ચીડિયાપણું આવી શકે છે. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. બાળકોની પ્રવૃત્તિઓ વિશેની માહિતી મેળવવા માટે તેમની સાથે સમય પસાર કરવાની ખાતરી કરો અને કોઈપણ બહારના વ્યક્તિને તમારી વ્યક્તિગત જીવનમાં દખલ ન થવા દો.

વ્યવસાય- હાલ ધંધામાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. મહાન સફળતા મળવાની અપેક્ષા છે. માર્કેટિંગ સંબંધિત કામમાં થોડી અડચણો આવશે. પરંતુ તમે તેને દૂર કરવામાં પણ સફળ થશો.

લવ- પતિ-પત્ની ઘર અને વ્યવસાય બંનેમાં સુમેળતા જાળવશે. જેના કારણે પારિવારિક અને પરસ્પરના સંબંધોમાં મધુરતા રહેશે. પરિવાર સાથે મનોરંજન સંબંધિત કાર્યક્રમો પણ થશે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. બ્લડ પ્રેશર સંબંધિત કોઈ સમસ્યા આવી શકે છે. તમારું નિયમિત ચેકઅપ થાય તેનું ધ્યાન રાખો.

--------------------------------

વૃશ્ચિક:-

પોઝિટિવ- તમે જે કામ છેલ્લા કેટલાક દિવસોથી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ અઠવાડિયાંમાં તેના શુભ પરિણામ ધારણા કરતાં ઝડપથી મળી શકે છે. નવી વસ્તુ અથવા ઝવેરાત ખરીદવાની પણ યોજના બનશે. મિત્રો અને સબંધીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે.

નેગેટિવ- પરંતુ કલ્પનામાં યોજનાઓ બનાવશો નહીં અને વાસ્તવિકતામાં પણ તેનો અમલ કરશો. બાળકોની સમસ્યાઓને કાળજીપૂર્વક સમજો અને તેને ઉકેલવાનો પ્રયાસ કરો. આ તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખશે. મોટાભાગનો સમય ઘરની બહાર ખર્ચ કરવો પડી શકે છે.

વ્યવસાય- વ્યવસાય સાથે સંબંધિત નવા પરિમાણ આ અઠવાડિયે બનાવવામાં આવશે. પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના તમામ પાસાઓ ધ્યાનમાં લીધા પછી યોજનાઓ બનાવો અને તેનો અમલ કરો. નોકરી કરતા લોકોએ સાવચેત રહેવું જોઈએ. કોઈ ભૂલ થવાથી અધિકારી વર્ગ તેમની ઉપર ગુસ્સે થઈ શકે છે.

લવ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તેમને યોગ્ય સારવારની જરૂર છે.

સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પેટ સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં આયુર્વેદિક વસ્તુઓનું સેવન તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

ધન:-

પોઝિટિવઃ જો કોઈ સરકારી કામ અટવાયેલું છે તો આજે તે થઈ શકે છે. પ્રયાસ કરતા રહેવું. ઘર બદલવાથી અથવા જાળવણી સંબંધિત યોજનાઓ આગળ વધશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રવૃતિ થવાથી સકારાત્મક વાતાવરણ રહેશે. કોઈ ખાસ સંબંધી દ્વારા તમને ભેટ તરીકે તમારી મનગમતી વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થઈ શકે છે. ધીરજ રાખવી. આ સમયે સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યાન એ બાબતનું રાખવું કે ઉતાવળમાં કોઈ કામને પૂરું ન કરો. આ સમયે લેવામાં આવેલા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે.

વ્યસાયઃ કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે. સ્ત્રી વર્ગને સફળતા મળશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે.

લવઃ તમારા નિર્ણયમાં જીવનસાથી તથા પરિવારનો સહયોગ જરૂરથી લો. નિશ્ચિત તમને યોગ્ય સલાહ મળશે.

સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવવી.

--------------------------------

મકર

પોઝિટિવઃ કોઈ પૂર્વ યોજના ફરીથી શરૂ કરવાનો યોગ્ય સમય છે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનનો અમલ કરો, જેનાથી કોઈ મોટી દુવિધા દૂર થવાથી માનસિક શાંતિ મળશે. માનસિક શાંતિ જાળવી રાખવા માટે કેટલાક રસપ્રદ અને જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં સમય પસાર કરો.

નેગેટિવઃ- બીજાના મામલામાં માગ્યા વગર સલાહ ન આપો અને હસ્તક્ષેપ ન કરનો. નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. આ સમય વધારે મહેનત કરવાનો છે.

વ્યવસાયઃ વ્યવસાયિક દૃષ્ટિથી સમય અનુકૂળ છે. ફોન પર કોઈ મહત્ત્વપૂર્ણ વાત તમારા માટે લાભદાયક રહેશે. અસરકારક લોકોનો સંપર્ક પણ બનશે. પરંતુ લેવડદેવડની બાબતમાં સાવધાન રહેવું. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત વ્યક્તિ ટૂંક સમયમાં કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરશે.

લવઃ પતિ-પત્નીમાં કોઈ નાની વાતને લઈને વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. ડાયટનું ધ્યાન રાખવું.

--------------------------------

કુંભ:-

પોઝિટિવઃ બાળકોના ભવિષ્યને લઈને પ્રવૃતિ પૂરી થશે. જેનાથી રાહત મળશે. જમીન મિલકત સંબંધિત કાર્યમાં પ્રગતિ થશે. પોતાની જાતને સાબિત કરવાની તક મળશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ કોઈ સંબંધી સાથે સામાન્ય વાતના કારણે વિવાદ થઈ શકે છે. તેથી વાત કરતા સમયે અપશબ્દોનો ઉપયોગ ન કરવો. આ સમયે ધીરજ અને સંયમથી પસાર કરવો. પારિવારિક જવાબદારીઓને પણ પૂરી કરવી જરૂરી છે.

વ્યવસાયઃ વ્યવસાય સાથે સંબંધિ કોઈ લક્ષ્યાંક અથવા ઉપલબ્ધિ પ્રાપ્ત થવાથી રાહત મળશે. સરકારી કાર્યોમાં પણ સફળતા મળશે. માત્ર અપરિચિત લોકો સાથે કોઈપણ વ્યવસાયિક ડીલ કરતા સમયે સાવધાની રાખવી.

લવઃ પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ તમારાં ડાયટ અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

--------------------------------

મીન:-

પોઝિટિવઃ આજે મીડિયા અથવા સંપર્ક સૂત્રો દ્વારા કેટલીક એવી જાણકારી પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારું કામ સરળ થઈ જશે. ખાસ કરીને મહિલાઓ પોતાના કાર્યને સરળતાથી પૂરું કરવામાં સક્ષમ રહેશે તેમજ વ્યક્તિગત કાર્યો પર પણ તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે વધારે પ્રયાસ કરવા પડી શકે છે. કોઈપણ નકારાત્મક વાતથી તમને દુઃખ પહોંચી શકે છે. તમારું મનોબળ મજબૂત રાખવું.

વ્યવસાયઃ વ્યવસાયરિક ક્ષેત્રમાં તમારા કાર્ય કરવાની ટેક્નિક સફળ રહેશે. લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે. કોઈ મહત્ત્વપૂર્ણ ઓફિશિયલ મીટિંગમાં તમારા નિર્ણયને પ્રાથમિકતા મળશે. આ સમયે સફળતાનો યોગ્ય યોગ બની રહ્યો છે.

લવઃ કોઈ પ્રિય મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી ખુશી મળશે.

સ્વાસ્થ્યઃ નાની-મોટી મોસમી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.