મહારાષ્ટ્રના આગામી CM કોણ હશે તેની જાહેરાત આજે રાત્રે કે કાલે સવારે થશે. દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેઓ રાત્રે અમિત શાહને મળશે.
તેઓ રાત્રે 10:30 વાગ્યે અમિત શાહને મળશે. બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપ સાથે જોડાયેલા સૂત્રોનો દાવો છે કે મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો બાદ 26 નવેમ્બર સુધીમાં સરકારની રચના થવાની છે. તેનું કારણ એ છે કે આ દિવસે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જો સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે.
મહાયુતિ સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. ભાસ્કરના સૂત્રોના જણાવ્યા અનુસાર 1 મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. મહાયુતિ પક્ષોમાં દર 6-7 ધારાસભ્યો માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. આ મુજબ ભાજપના 22-24, શિંદે જૂથના 10-12 અને અજીત જૂથના 8-10 ધારાસભ્યો મંત્રી બની શકે છે.