Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા, મૃત્યુ પામેલાઓમાં 20 ક્લબના જ કર્મચારીઓ હતા. ગોવા પોલીસે ક્લબ મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી છે.


મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ ફટાકડા ફોડવાથી આગ લાગી હતી. કેટલાક લોકો બહાર આવી ગયા હતા પરંતુ કેટલાક આવી શક્યા ન હતા, જેના કારણે તેમનો જીવ ગયો. સંપૂર્ણ તપાસ ચાલી રહી છે, અને એક અઠવાડિયામાં રિપોર્ટ મળી જશે. મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

ગોવા સરકારે નાઈટ ક્લબને 2023માં મંજૂરી આપવામાં બેદરકારીના આરોપસર ત્રણ અધિકારીઓ - પૂર્વ પંચાયત ડાયરેક્ટર સિદ્ધિ તુષાર હરલંકર, GSPCBના મેમ્બર સેક્રેટરી રહેલા ડો. શમિલા મોન્ટેરો અને અરપોરા-નાગોઆ પંચાયતના સેક્રેટરી રઘુવીર બાગકરને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું ન હતું. અધિકારીઓ અને FSL ટીમ આગના કારણની તપાસ કરી રહ્યા છે. વડાપ્રધાને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.