નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે આઇપીસી 376 (2)(N), 506 સહિતની કલમ હેઠળ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. 29 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફેન્ડ રીકવેસ્ટ આવેલ અને અમો સાથે વાતચીત ચાલુ કરેલ ત્યારથી અમો બંને સંપર્કમાં આવ્યા છીએ. ત્યારબાદ અમે બંને મિત્ર બનેલ અને તે સમયે અમો બંને ભણતા હતા અને વિદ્યાર્થી હતા, ત્યારબાદ આરોપી જીત પાબારીએ મને જણાવેલ કે મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. જેથી મેં તેઓને જણાવેલ કે મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો જેથી જીતના માતાપિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લગ્ન અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયા હતા.