ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી ટેસ્ટમાં તેને પીઠમાં ખેંચ આવી હતી. તે પીડાથી પરેશાન હતો.
બુમરાહ માટે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી તેની પીઠની ઈજામાંથી બહાર આવવું મુશ્કેલ છે. તે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની એક પણ મેચ રમી શકશે નહીં.
વાસ્તવમાં બુમરાહને ઇંગ્લેન્ડ સામેની છેલ્લી વનડે મેચ માટે ટીમમાં રાખવામાં આવ્યો હતો. આ મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
અહીં, બુમરાહ સોમવારે તેની પીઠની ઈજાની તપાસ કરાવવા બેંગલુરુ પહોંચ્યો છે. તે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં 2-3 દિવસ સુધી મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. બુમરાહની ફિટનેસ પર કામ ચાલી રહ્યું છે, જો તે સમયસર ફિટ થઈ જશે તો તે ટીમમાં રહેશે.