હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પોતે બચત અથવા મુદત થાપણ ખાતું ખોલી અને ઓપરેટ કરી શકે છે. RBIએ આ માટે બેંકોને મંજુરી આપી દીધી છે. જોકે, બેંકો તેમની રિસ્ક મેનેજમેન્ટ નીતિ અનુસાર આ માટે શરતો નક્કી કરી શકે છે.
RBIએ બેંકોને 1 જુલાઈ, 2025 સુધીમાં આ નવા નિયમો અનુસાર તેમની પોલિસી તૈયાર કરવા અથવા હાલના નિયમોમાં ફેરફાર કરવા જણાવ્યું છે. અત્યાર સુધી, કોઈપણ ઉંમરના બાળકો તેમના માતાપિતા અથવા કાનૂની વાલીઓ દ્વારા બચત અથવા મુદત થાપણ ખાતા ખોલી શકતા હતા, પરંતુ માતાપિતા જ તેને ઓપરેટ કરતા હતા.
10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પોતાનું ખાતું જાતે ઓપરેટ કરી શકશે. પરંતુ બેંકો તેમના નિયમો મુજબ કેટલીક મર્યાદાઓ નક્કી કરશે, જેમ કે કેટલા રૂપિયા જમા અથવા ઉપાડી શકાય. એક સમયે કેટલા રૂપિયા ઉપાડી શકાય.
બેંકો બાળકોને ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ અને ચેક બુક જેવી સુવિધાઓ પૂરી પાડી શકે છે. પરંતુ આ તેમના જોખમ પર આધાર રાખે છે.