પાકિસ્તાનના મુલ્તાનમાં મંગળવારે પેસેન્જર બસ અને ફ્યૂલ ટેન્કર વચ્ચે જોગદાર ટક્કર થઈ હતી. જેમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના વખતે ભારે વરસાદ વરસી રહ્યો હતો. અને બસની સ્પીડ ઘણી હતી, જેનાં કારણે આ અકસ્માત થયો હતો.
લાશોની ઓળખ કરવામાં પડે રહી છે મુશ્કેલી
રેસ્ક્યૂ ટીમે જણાવ્યુ હતુ કે ટક્કર થયા પછી બસ અને ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. જેનાં કારણે પેસેન્જર જીવતા ભૂંજાય ગયા હતા. ડેડબોડીની ઓળખાણ કરવુ અઘરું થઈ ચૂક્યુ છે. ત્યારે તેનો DNA ટેસ્ટ કરીને પછી ડેડબોડી પરિવારજનોને સોંપવામાં આવશે. રેસ્ક્યૂ ટીમ અને ફાયર ટીમને બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘાયલોને નજીકની નિશ્તર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.