Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે વર્ષ 2012માં રાજકોટ રહેતા એક ટ્રેનના ટિકિટ ચેકર અને તેના પરિવાર સામે અમદાવાદ સોલા સિવિલ ખાતે તે વખતે ફરજ બજાવતી એક નર્સે આઇપીસીની કલમ 406, 420, 376, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધાવ્યો હતો. કેસ સેશન્સ કમીટ થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની ટ્રાય ચાલી હતી. જેમાં જજ જે.ટી. શાહે ચુકાદો આપતા આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા.

કેસને વિગતે જોતા આરોપી અને ફરિયાદી બંને 40 વર્ષથી વધુની વયના હતા. સોલા સિવિલમાં ફરજ બજાવતી નર્સ અમદાવાદના સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હતી. તે પોતાની માતાને મળવા અઠવાડિયાના અંતે રજાઓમાં સુરેન્દ્રનગર જતી હતી. જ્યાં તેની મુલાકાત ટિકિટ ચેકર સાથે થતી હતી. ફરિયાદી મહિલાએ છૂટાછેડા લીધેલા હતા. જ્યારે ટિકિટ ચેકરે પણ પત્ની સાથે છૂટાછેડા લીધા હોવાનું કહ્યું હતું.

બંને એકબીજાની ઓળખમાં આવતા આરોપીના પરિવાર સાથે ફરિયાદી યાત્રાએ ગઈ હતી. ત્યાંથી પરત આવતા આરોપીના કુટુંબીજનોની હાજરીમાં આરોપીએ ફરિયાદીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. યાત્રા દરમિયાન અને ત્યારબાદ અમદાવાદ કોર્ટસ ખાતે આરોપી અને ફરિયાદી વચ્ચે અવારનવાર શારીરિક સંબંધ બંધાયા હતા. જો કે, કાયદેસરના લગ્નને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જો કે બંનેએ લીવ ઇનનો કરાર કર્યો હતો.