લોસ એન્જલસ એરપોર્ટ પર એક શટલ બસમાં ભારતીય મૂળા અમેરિકન ફોટોગ્રાફર પરવેઝ તૌફીક અને તેના પરિવાર પર જાતિવાદી હુમલો કરવામાં આવ્યો હતો. એક મહિલાએ તૌફિકના પરિવાર પર જાતિવાદી ટિપ્પણી કરી અને કહ્યું- તમારો પરિવાર ભારતનો છે, તમને નિયમોનું કોઈ સન્માન નથી... ભારતીયો પાગલ છે.
મહિલાના આ પાગલપનને કારણે યુનાઈટેડ એરલાઈન્સે તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે મહિલાએ તૌફિકના પુત્ર પર જાતિવાદી ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. તૌફિકે વીડિયો બનાવવાની શરૂઆત કરતા જ મહિલાએ વચ્ચેની આંગળી બતાવતા બૂમો પાડવા લાગી.
મહિલાએ કહ્યું- તમારો પરિવાર ભારતનો છે, તમને નિયમોનું સન્માન નથી, તમને લાગે છે કે તમે બધાને દબાણ કરી શકો છો. તમે લોકો પાગલ છો.