Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરાયાના એક મહિના બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. અહીંના કિરાડપુરામાં યુવકોના બે જૂથ રામનવમીના અવસર પર સામ-સામે ટકરાયા હતા, જે બાદ હિંસા ફાટી નીકળી હતી.


તોફાની ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા. હિંસા રાત્રે 11.30 વાગ્યે શરૂ થઈ અને સવારે 3.30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.

આજે એટલે કે ગુરુવારે મનાવાઈ રહેલ રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરાડપુરા વિસ્તારમાં આવેલ રામમંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ જઈ રહ્યું હતું. અહીં તેઓ અન્ય જૂથ સાથે ઝગડો થયો અને બોલાચાલી વધી ગઈ હતી. બંને જૂથોમાં વચ્ચે ઉગ્ર સુત્રોચ્ચાર થવા લાગ્યા હતા.

થોડીવાર પછી એક જૂથે મંદિર તરફ પથ્થરમારો કર્યો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં ઘુસ્યા, તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. લોકોએ પોલીસને જણાવ્યું પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં તો આગચંપી શરૂ થઈ ચૂકી હતી. તોફાનીઓએ મંદિરની સામે પાર્ક કરેલી પોલીસની ગાડીને આગ ચાંપીને ફુંકી મારી હતી.

ભીડને કાબૂમાં લેવા માટે કેટલાક ધર્મગુરુઓને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ભીડ તેમની વાત માનવા માટે પણ તૈયાર ન હતી. ટૂંક સમયમાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ તોફાનીઓએ તેમના પર પણ પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ટોળાને વીખેરવા લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.