રશિયા-યુક્રેન યુદ્ધને પોણા ત્રણ વર્ષથી પણ વધુ સમય થયો છે અને હજુ પણ આગળ વધી રહ્યું છે. તેમ છતાં યુરોપિયન દેશો યુક્રેનની સાથે છે અને તેની કિંમત પણ ચૂકવવી પડી રહી છે. બ્રિટનના અખબાર ‘ધ ઈન્ડિપેન્ડન્ટે’ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે છેલ્લા 12 મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પશ્ચિમી દેશો વિરુદ્ધ ગુપ્ત અભિયાન શરૂ કર્યું છે.
તાજેતરમાં લિથુઆનિયામાં કાર્ગો પ્લેન ક્રેશ, લંડન એરપોર્ટ અને યુએસ એમ્બેસીમાં બોમ્બની ખોટી સૂચનાઓ મળી હતી. બ્રિટનમાં અમેરિકી એરફોર્સ બેઝ પાસે ડ્રોન જોવા મળ્યું. વેલ્સમાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ, બાલ્ટિક સમુદ્રમાં કેબલ તૂટ્યો, જર્મનીમાં એક શસ્ત્ર ઉત્પાદક કંપનીના સીઈઓની હત્યાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર યુરોપમાં ટેલિવિઝન ઉપગ્રહોને નુકસાન થયું હતું.