જાપાનમાં સતત ઘટી રહેલી યુવાનોની જનસંખ્યાને લઇને સરકાર ઘણા સમયથી ચિંતિત છે. એવામાં સરકાર લોકોને બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવામાં કોઇ કસર નથી છોડી રહી.
જન્મદર સુધારવા માટે જાપાનની રાજધાની ટોક્યોમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષથી ઓફિસમાં 4 કામકાજના દિવસોનો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે, હવે લોકોએ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરવું પડશે. ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે એપ્રિલથી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનો વિકલ્પ હશે.
પ્રજનનદર નોંધપાત્ર રીતે બગડ્યો છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે લોકો તેમના બાળકોના ઉછેરના કારણે તેમની કારકિર્દી અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડે છે. લોકોને સંતાન ન થવા પાછળ આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોની નીતિઓને કારણે દેશનો પ્રજનનદર નોંધપાત્ર રીતે બગડ્યો છે. તેને સુધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર ઘણી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. જેથી કોઈએ પોતાની કારકિર્દી છોડવી ન પડે.