ટેક્નોલોજીના ઝડપી ગ્રોથ સાથે વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ એક અલગ સેક્ટર તરીકે ઉભરી રહ્યું છે. દેશમાં પણ આ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. જીવનના દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ઉપસ્થિતી વધી રહી છે. આ જ કારણ છે કે AI મોટા પાયે રોજગાર પણ સર્જી રહ્યું છે.
દેશના એઆઇ સેક્ટરમાં રોજગારીની શક્યતાઓ ઝડપથી વધી રહી છે. ફેબ્રુઆરી 2023 સુધીમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં એઆઇ સંબંધિત 45000 થી વધુ જગ્યાઓ ખાલી હતી. ટેક સ્ટાફિંગ સોલ્યુશન કંપની ટીમલીઝ ડિજિટલના અહેવાલ મુજબ ડેટા સાયન્ટિસ્ટ અને મશીન લર્નિંગમાં એક્સપર્ટ પ્રોફેશનલ્સની ખૂબ માંગ છે.