બાંગ્લાદેશમાં તપાસ એજન્સીઓએ હિન્દુ મંદિરો અને ઘરો પર હુમલા બદલ 4 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પર ઉત્તરી જિલ્લા સુનમગંજમાં એક મંદિર અને હિન્દુઓના ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં 12 નામાંકિત અને 170 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો.
3 ડિસેમ્બરના રોજ એક ફેસબુક પોસ્ટને પગલે સુનામગંજ જિલ્લામાં તણાવ હતો. જો કે વિવાદ બાદ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી, પરંતુ તેના સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આ પછી વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ.
આ સમયગાળા દરમિયાન તોફાનીઓએ સુનામગંજમાં લોકનાથ મંદિર અને હિન્દુઓના ઘરોમાં તોડફોડ કરી હતી. હિંસા ફેલાઈ ગયા બાદ પોલીસે તે જ દિવસે પોસ્ટ કરનાર આકાશ દાસને કસ્ટડીમાં લીધો હતો. સુરક્ષાના કારણોસર તેને જિલ્લા મુખ્યાલયના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.