24 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,426 ઘટીને ₹99,107 પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ સોનાનો ભાવ ₹1,00,533 હતો. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,01,020 છે.
તેમજ, ચાંદીનો ભાવ ₹1,300 ઘટીને ₹1,14,550 પ્રતિ કિલો થયો છે. અગાઉ, ચાંદી ₹1,15,850 હતી. ગઈકાલે, એટલે કે 23 જુલાઈના રોજ, સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા.