ડે-કેરથી પ્રાઇમરી સ્કૂલમાં જતા પહેલાં બાળકો કરતાં વધુ તેનાં પેરેન્ટ્સ નર્વસ હોય છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે તમારાં નાનાં બાળકોને જીવનના મહત્ત્વના બદલાવો માટે પહેલેથી જ તૈયાર કરવામાં આવે. જાપાનમાં માતા-પિતા આ માટે ઘરમાં પણ જીવન કૌશલ્યને લગતી મહત્ત્વની બાબતો શીખવે છે. જેમાં, નિયત સમયે નિયમિતપણે કામ કરવું અને જરૂર પડતા નાની બાબતે મદદ માંગવી જેવી વાતો બાળકોને કહેવામાં આવે છે.
પ્રાઇમરી સ્કૂલમાં પહેલાં પગલાં માટે તેને દરેક ક્લાસ માટે ચોક્કસ સમયનું પાલન કરતા શીખવવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેને એ પણ જણાવવું પડશે કે હવે રમવા માટે ફ્રી સમય ઓછો હશે. એટલું જ નહીં બાથરૂમ જવા માટે, પીવાના પાણી માટે પણ હવે નિયમોનું પાલન કરવાનું રહેશે. બાળકોને કોઈ પણ સંજોગોમાં પોતાનું નામ લખતાં તો આવડવું જ જોઈએ. તેને હવે સવારે સમયસર ઊઠવાનું પણ કહેવું પડશે. પોતાના સામાનને વ્યવસ્થિત રીતે રાખવો અને તેને પેક કરવો પણ એક જરૂરી હુનર છે.
બાળકોમાં વિવિધ પરિસ્થિતિઓમાં મદદ માંગવાની લાયકાત હોવી જોઈએ. ક્યાંક ખોવાઈ જવાના કિસ્સામાં, કોઈ અન્ય બાળક કે કોઈ મોટાથી સંકટની સ્થિતિ અનુભવાતા બાળક જણાવી શકે. જાપાનમાં લાઈફ સ્કિલ પહેલા ધોરણમાં શીખવવી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં એ પણ જણાવવામાં આવે છે કે તેને કોઈ વસ્તુની જરૂર છે.