ભારતીય અર્થતંત્રે વૈશ્વિક આંચકા સામે સતત નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. દેશના આર્થિક ફંડામેન્ટલ્સે બજારના ડાયનેમિક્સનો લાભ લેવા અને તેમાં આગળ વધવા માટે અપનાવાતી રોકાણ વ્યૂહરચનાઓ માટે મજબૂત પાયો પૂરો પાડ્યો છે. આમ છતાં અસ્થિરતા યથાવત રહી છે જેની પાછળ આર્થિક પરિવર્તનોથી માંડીને ભૂરાજકીય ઘટનાઓ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે. હાલ, વૈશ્વિક પરિબળો બજારની અસ્થિરતાને વધારી રહ્યા છે. રશિયા-યુક્રેન વિખવાદ, મધ્ય પૂર્વમાં અસ્થિરતા જેવા ભૂરાજકીય તણાવો અને ચીન તથા અમેરિકા જેવા મોટા અર્થતંત્રોમાં આર્થિક નીતિઓમાં ફેરફારોની નોંધપાત્ર અસરો થઈ શકે છે. આ આંતરરાષ્ટ્રીય ડાયનેમિક્સ અને ઊંચા વેપાર દરોની તરફેણ કરતી અમેરિકી આર્થિક નીતિઓ સીધા વિદેશી રોકાણના પ્રવાહ પર અસર કરે છે જેનાથી ભારતીય બજારોમાં અસ્થિરતા વધી રહી છે તેમ તાતા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પાટિલે જણાવ્યું હતું.
આ જટિલ માહોલમાં મજબૂત રોકાણ સોલ્યુશન્સ માટેની જરૂરિયાત સૌથી જરૂરી બની છે. મોમેન્ટમ અને ક્વોલિટી ઇન્વેસ્ટિંગ સાથે વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડાયવર્સિફિકેશનનું મિશ્રણ કરે તેવી વ્યૂહરચના ખાસ પ્રસ્તુત બની શકે છે.
ક્વોન્ટિટેટિવ એનાલિસીસઃ વ્યૂહાત્મક રોકાણનો પાયો: આ વ્યૂહરચના રોકાણ પસંદગીઓ કરવા માટે ક્વોન્ટિટેટિવ એનાલિસીસ પર મજબૂત મદાર રાખે છે. આ બારીકાઈપૂર્વકની મેથડ સ્ટોક્સને તેના મૂલ્ય, ઉપલબ્ધતા, ભૂતકાળના પ્રાઇઝ ટ્રેન્ડ્સ અને એકંદરે નાણાંકીય સ્થિતિના આધાર પર મૂલવે છે. આમ કરીને આ વ્યૂહરચના એવા સ્ટોક્સ પસંદ કરે છે