Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં વર્ષ 2025નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કડકડતી ઠંડીમાં પણ લોકો ઘરની બહાર નીકળી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. દિલ્હીથી મુંબઈ સુધી દેશના વિવિધ શહેરોમાં આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે.


ભારત પહેલા ચીન, મલેશિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. જાપાનમાં પરંપરા અનુસાર, નવા વર્ષ પર બૌદ્ધ મંદિરોમાં 108 વખત ઘંટ વગાડવામાં આવે છે. રાજધાની ટોકિયોના પ્રખ્યાત સુકીજી મંદિરની બહાર હજારો લોકો એકઠા થયા હતા. દક્ષિણ કોરિયામાં 29 ડિસેમ્બરના રોજ વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મૃત્યુ પછી, નવા વર્ષની ઉજવણી રદ કરવામાં આવી છે અને ખૂબ જ મર્યાદિત છે.

ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં પરંપરાગત ફટાકડા જોવા માટે લગભગ 1 મિલિયન(10 લાખ) લોકો એકઠા થયા હતા. તે જ સમયે, નવા વર્ષ પર મેલબોર્નમાં યારા નદીના કિનારે જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ પહેલું મોટું શહેર બન્યું, જ્યાં વર્ષ 2025નું સ્વાગત થયું.