રાજકોટમાં 2025ને વધાવવા માટે અલગ-અલગ સ્થળે ડાન્સ વીથ ડીનર પાર્ટીના આયોજન થયા હતા. રાત્રીના 12 વાગ્યા તે સાથે જ યુવાધન ઝૂમી ઉઠ્યું હતું. ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં કડકડતી ઠંડીમાં પણ યુવા હૈયાઓએ પુષ્પા સ્ટાઇલથી ડાન્સ કર્યા હતા. પોલીસનો બંદોબસ્ત પણ દરેક સ્થળે રખાયો હતો. કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી.
શહેર પોલીસનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કાપોદ્રા પોલીસનું નાના વરાછા ખાતે પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા વાહનમાં ચેકીંગ ચાલી રહ્યું છે. બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ વાહનચાલકોની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ વાહન ચાલક નશો કે ડ્રિંક્સ કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની તકેદારીના ભાગરૂપે પોલીસનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કાર તેમજ ટેમ્પો જેવા વાહનોમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.