Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રખ્યાત માર-એ-લાગો રિસોર્ટ ચર્ચામાં છે. 20 જાન્યુઆરીએ શપથ પહેલાં ટ્રમ્પે પડાવ નાખ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે મારો રિસોર્ટ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે. 5 નવેમ્બરે ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી જ વિશ્વની હસ્તીઓ અહીં એકત્ર થઈ છે. અહીં થીમ પાર્ટીઓ થાય છે. ટ્રમ્પની ટીમમાં સામેલ નેતાઓની સાથે નજીકના લોકો પણ રિસોર્ટની મુલાકાતે આવી રહ્યા છે.


મેટાના ઝકરબર્ગ, એપલના સીઈઓ ટિમ કુક, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન, કેનેડાના પીએમ ટ્રુડો, મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને ઈઝરાયલના પીએમ નેતન્યાહૂની પત્ની સારાએ રિસોર્ટ પાર્ટીમાં હાજરી આપી હતી.

રિસોર્ટમાં સવારે ટ્રમ્પ પોતાના મિત્રો સાથે ગોલ્ફ રમે છે. રિસોર્ટમાં લગભગ બે એકર વિસ્તારમાં ફેલાયેલા ગોલ્ફ કોર્સમાં સ્પેશિયલ સિક્યોરિટી એજન્ટની પોસ્ટ પણ બનાવી છે. રિસોર્ટમાં લંચ બાદ ટ્રમ્પ બપોરે આરામ કરે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ મહેમાનને રિસોર્ટમાં પ્રવેશવાની મંજૂરી નથી. ટ્રમ્પ ડિનર પાર્ટીઓમાં તેના સ્પૉટીફાઈ એકાઉન્ટ પર ગીતો વગાડે છે.