અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં મગરિબની નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો છે. ઘટનામાં 21થી વધુ લોકોના મોત થયો છે, જ્યારે 60 લોકોના ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ટોલો ટીવીના ટેલિગ્રામ ચેનલ મુજબ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ખૈરખાનામાં 'અબૂબકિર સેદિક' મસ્જિદમાં બુધવારે સાંજે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
તાલિબાનના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે કાબુલના પીડી-17 એરિયામાં બ્લાસ્ટ થયો છે. તાલિબાનના સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.