ઇઝરાઇલે રવિવારે સવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં મિસાઇલ છોડી. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સના જણાવ્યા પ્રમાણે એક બિલ્ડિંગ ઉપર થયેલાં આ હુમલામાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલો કાફર સોઉસેમાં થયો છે. આ વિસ્તારમાં સીરિયાની સિક્યુરિટી એજન્સી, ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર અને સીનિયર અધિકારીઓના ઘર છે.
સીરિયાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાઇલે ગોલન હાઇટ્સ તરફથી દમાસ્કસ અને તેની આસપાસના વિસ્તારમાં રહેણાંક સહિત અન્ય ઘણા વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. આ પહેલાં ઇઝરાઇલે દમાસ્કસના આસપાસના વિસ્તારોને ઘણી વખત ટાર્ગેટ કર્યા છે પરંતુ પહેલીવાર તેણે રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ હુમલો મિસફાયર્ડ સીરિયન એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ દ્વારા કરવામાં આવ્યો હતો. નિયમો પ્રમાણે, ઇસરાઇલ સેના સીરિયામાં સ્ટ્રાઇક્સ ઉપર કોઈ ટિપ્પણી કરતી નથી, પરંતુ છેલ્લાં 10 વર્ષમાં સીરિયામાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલા ઈરાની સમર્થિત જૂથો સામે અનેક હવાઈ હુમલાઓ કર્યા છે.