દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પણ દર મહિને 2500 રૂપિયા આપવાની રજૂઆત કરી ચૂકી છે. સૂત્રોનું માનીએ તો ભાજપ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સફળતા બાદ દિલ્હી માટે લાડલી બહના જેવી કોઈ યોજના લાવવાની તૈયારીમાં છે.
આ દરમિયાન, એસબીઆઈ દ્વારા ચૂંટણીપંચના ડેટા પર કરવામાં આવેલા રિસર્ચમાં અનેક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે 19 રાજ્યોમાં મહિલાઓ માટે સ્કીમની જાહેરાત થઈ ત્યાં વોટ આપનારી મહિલાઓ કુલ 1.5 કરોડ વધી ગઈ. બીજી તરફ જે રાજ્યોમાં આવી જાહેરાત નથી થઈ, ત્યાં આ વધારો માત્ર 30 લાખ રહ્યો. એટલે કે મહિલા સ્કીમથી વોટ આપનારી મહિલાઓ પાંચ ગણી વધી ગઈ.