ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી આવતીકાલે 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે આજરોજ સતત ત્રીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. સોમવારે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયા બાદ ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓ સતત ત્રણ દિવસથી સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આવતીકાલે 10 જાન્યુઆરીને શુક્રવારથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ આજે સતત ત્રીજા દિવસે બન્ને ટીમો દ્વારા ફાઇનલ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જેમાં બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા પ્રથમ વોર્મઅપ કરી બાદમાં ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બન્ને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે. ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી સામ સામે ટકરાશે. ત્યારે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં ચાલી રહી છે અને આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.