સુરત જિલ્લામાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો 55 કિમીનો વિસ્તાર પસાર થાય છે. જેના માટે જિલ્લામાં બે એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા કરાઇ છે. હાલ એક્સપ્રેસ હાઇવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અનેક ઠેકાણે નદી અને ખાડીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દિગસ ગામે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી તાપી નદી પર બની રહેલો આ પુલ ગુજરાતમાં હાઇવે પર આવતા મોટા પુલો પૈકીનો એક હશે. સુરત જિલ્લામાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેની કામગીરી 55 કિમી વિસ્તારમાં થઈ રહી છે.
અલગ અલગ ચરણમાં આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે. ઘણી જગ્યાએ માટી પુરાણની કામગીરી પૂર્ણ થઈ છે અને હવે જીએસબીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ આ મહત્વના પ્રોજેકટમાં તાપી નદી ઉપર બ્રિજના નિર્માણનું કામ વિશાળકાય ક્રેનની મદદથી ચાલી રહ્યું છે. જેમાં મોટા ભાગના પિલ્લરની કામગીરી પૂર્ણ થઈ છે. હવે ટૂંક સમયમાં બ્રિજ ઉપર ક્રેનની મદદથી ગડર મૂકવાની કામગીરી શરૂ થશે.