ભારતીય મૂળની અનિતા આનંદે કેનેડાના વડાપ્રધાન પદની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમણે આ વર્ષે યોજાનારી ચૂંટણી પણ લડવાનો ઈનકાર કરી દીધો છે. અનીતાએ X પર એક પત્ર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ અનિતા આગામી વડાપ્રધાન બની શકે છે. હમણાં માટે, નવા નેતા ચૂંટાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો જ વડાપ્રધાન રહેશે.
અનિતાના પિતા તમિલનાડુના હતા જ્યારે તેના માતા પંજાબના હતા. જો કે, અનિતાનો જન્મ અને ઉછેર કેનેડાના ગ્રામીણ વિસ્તાર નોવા સ્કોટીયામાં થયો હતો.