Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આવકવેરા ની ઇન્વેસ્ટીગેશન વિંગે જમીન દલાલ પર પાડેલા દરોડા આજે ત્રીજા દિવસે પૂર્ણ થયા હતા. દરોડામાં અત્યાર સુધીમાં રૂપિયા 250 કરોડના જમીનોને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં બે કરોડની રોકડ અને 5 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

બુધવારે ઓપરેટ કરાયેલા એક લોકરમાંથી 40 લાખ રોકડા મળ્યા હતા. દરમિયાન જામુ શાહના ઘરમાંથી ફેકવામાં આવેલી એક બેગમાં 70 કરોડના જમીનના વ્યવહાર હોવાનું તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. દરોડામાં તમામ સ્થળ પરથી જ પ્રાપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ અધિકારીઓએ સુરક્ષિત કરી લીધા હતા. કોઈ ગેરરીતિ ન થાય એ માટે આવા ડોક્યુમેન્ટ સ્કેન કરી લેવામાં આવે છે.

આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગે જમીન દલાલ ઉપરાંત મની લેન્ડર સહિત કુલ 6 જગ્યાએ તપાસ કરી હતી જેમાં સુરત અને સોનગઢનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. સોનગઢના કિરીટ મહેતા ઉપરાંત સુરતના અર્જુન પટેલ, બળવંત પટેલ અને જામુ શાહને ત્યાં તપાસ કરાઈ હતી.